India vs South Africa T20 Series 2022 નો કાર્યક્રમ જાહેર, લાઇવ મેચ ક્યારે, ક્યાં અને કયાં ઓનલાઈન પ્લેટફોમ પર જોવા મળશે?

India vs South Africa T20 Series 2022 જાહેર

  • આવનારી વનડે સીરીઝ જે સાઉથ આફ્રિકા સાથે રમવાની છે.
  • વનડે સીરીઝમાં શિખર ધવન કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે.
  • બીસીસીઆઈ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

India vs South Africa T20 Series : એશિયા કપ 2022 ની કડવી યાદોને ભૂલાવવા માટે હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલીયા સામે ઘરેલું મેચ રમવા જઇ રહી છે. ઓસ્ટ્રેલીયા સામે ત્રણ T-20 મેચ 20 સપ્ટેમ્બર થી શરુ થશે. જયારે સાઉથ આફ્રિકા સામેની ત્રણ T-20 મેચ 28 સપ્ટેમ્બરથી શરુ થશે. ત્યાર બાદ 6 ઓક્ટોમ્બર થી સાઉથ આફ્રિકા સામે વનડે સીરીઝ રમવામાં આવશે.

India vs South Africa T20 Series 2022

સાઉથ આફ્રિકા સામે રમાનારી વનડે સીરીઝની કપ્તાની શિખર ધવન કરશે. આ માહિતી બીસીસીઆઈના એક અધિકારીએ એએનઆઈ ને જાણકારી આપી છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ભારતની T-20 વિશ્વ કપ ના ખેલાડીઓને આરામ આપવા માટે આ પ્રમાણે ગોઠવણી કરવામાં આવી છે.

ભારત V/S સાઉથ આફ્રિકા વચ્ચે T-20 અને વનડે સીરીઝની તમામ માહિતી, આ સીરીઝની તમામ માહિતી, આ સીરીઝની મેચનું પ્રસારણ ક્યારે અને ક્યાં કરવામાં આવશે? સાથે આ સીરીઝનું લાઇવ સ્ટ્રીમીંગ જોવા મળશે કે નહીં? એ વિશે તમને જણાવી દઇએ કે આ ભારત V/S સાઉથ આફ્રિકા વચ્ચે ની T-20 સીરીઝ 28 સપ્ટેમ્બર થી શરુ થશે.

સાઉથ આફ્રિકા સામે ની T-20 સીરીઝ માટે ભારતીય ટીમ આ પ્રકારે છે


રોહિત શર્મા(કેપ્ટન), લોકેશ રાહુલ(વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત(વિકેટકીપર), દીનેશ કાર્તિક(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુજ્વેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિહ

India vs South Africa T20 Series (T-20 સીરીઝ કાર્યક્રમ)


પ્રથમ T-20 મેચ, તિરુવન્તપુરમ (28 સપ્ટેમ્બર)
દ્વિત્ય T-20 મેચ, ગુવાહાટી (2 ઓક્ટોમ્બર)
ત્રીત્ય T-20 મેચ, ઇન્દોર (4 ઓક્ટોમ્બર)

ભારત V/S સાઉથ આફ્રિકા T-20 સીરીઝ ક્યારે, કયા સમયે થશે?


ભારત V/S સાઉથ આફ્રિકા T-20 સીરીઝની શરૂઆત 28 સપ્ટેમ્બર થી થશે, અને ભારતીય સમય અનુસાર સાંજના 7:30 વાગ્યે શરુ થશે.

ભારત V/S સાઉથ આફ્રિકા T-20 સીરીઝનું સીધું પ્રસારણ ક્યાં જોવા મળશે? અને શું આ સીરીઝનું લાઇવ સ્ટ્રીમીંગ પણ જોવા મળશે?


હા, ભારત V/S સાઉથ આફ્રિકા T-20 સીરીઝનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોટ્સ નેટવર્ક ની અલગ અલગ ચેનલો પર જોવા મળશે. અને ભારત V/S સાઉથ આફ્રિકા T-20 સીરીઝનું લાઇવ સ્ટ્રીમીંગ ડીઝની પ્લસ હોટસ્ટાર એપ પર જોવા મળશે.

ભારત V/S સાઉથ આફ્રિકા વનડે સીરીઝ ( વનડે સીરીઝ કાર્યક્રમ)


પ્રથમ વનડે મેચ, લખનૌ (6 ઓક્ટોમ્બર)
દ્વિત્ય વનડે મેચ, રાંચી (9 ઓક્ટોમ્બર)
ત્રીત્ય વનડે મેચ, દિલ્હી (11 ઓક્ટોમ્બર)

ભારત V/S સાઉથ આફ્રિકા વનડે સીરીઝ ની શરૂઆત ક્યારે થશે? અને કયા સમયે થશે?


ભારત V/S સાઉથ આફ્રિકા વનડે સીરીઝ મેચની શરૂઆત 6 ઓક્ટોમ્બરથી થશે. અને આ મેચ ની ભારતીય સમય અનુસાર બપોરે 1:30વાગ્યે શરુ થશે.

ભારત V/S સાઉથ આફ્રિકા વનડે સીરીઝનું સીધું પ્રસારણ ક્યાં જોવા મળશે? અને શું આ સીરીઝનું લાઇવ સ્ટ્રીમીંગ પણ આ વખતે જોવા મળશે?


હા, ભારત V/S સાઉથ આફ્રિકા વનડે સીરીઝનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોટ્સ નેટવર્ક ની અલગ અલગ ચેનલો પર જોવા મળશે. અને ભારત V/S સાઉથ આફ્રિકા વનડે સીરીઝનું લાઇવ સ્ટ્રીમીંગ ડીઝની પ્લસ હોટસ્ટાર એપ પર જોવા મળશે.


સાઉથ આફ્રિકા વિરુધની સીરીઝ માં ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હાજર ના હોવાથી આ વનડે સીરીઝ ના ભારતીય કોચ તરીકે વીવીએસ લક્ષમણ કોચ તરીકે હાજર રહશે.

IND vs SA ODI Series: Shikhar Dhawan to lead India against South Africa, T20 World Cup bound players likely to be rested, Follow Live Updates

Asia Cup 2022 : રોહિત શર્માએ પત્રકારને કહ્યું ‘ટેન્શન ના લો, IND-PAK ફાઈનલ થશે’

|india legends vs west indies legends|