ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાશે

ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિવિધ કોર્ષની પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને મોડમાં યોજાશે. ઓનલાઇન પરીક્ષાની 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ઓફલાઇન પરીક્ષા 15 માર્ચના રોજ યોજવામાં આવશે. ઓનલાઇન પરીક્ષા માટે મોક ટેસ્ટ 25 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની રાહ જોઇને બેઠેલા વિદ્યાર્થીઓની કોલેજનો અભ્યાસ કોલેજોમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન એમ બંને રીતે કરી રહ્યા છે. અભ્યાસક્રમ પૂર્ણ થયો હશે કે કેમ એ વચ્ચે હવે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા યોજાવા જઇ રહ્યી છે. આ અન્વયે બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ સાયન્સ, બેચલર ઇન બિઝનેશ એડમિસ્ટ્રી, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, માસ્ટર ઓફ આર્ટસ, માસ્ટર ઓફ કોમર્સ, બેચલર ઇન એજ્યુકેશન, માસ્ટર ઇન એજ્યુકેશન તેમજ એલએલબીનાં ત્રણ વર્ષ તેમજ પાંચ વર્ષનાં ઇન્ટીગ્રેટેડ એલએલબીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાવાની છે.

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપવા માટે ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. આ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકામાં નીચેની વિગતો દર્શાવી છે.

 • ઓનલાઇન પરીક્ષા માટે ફ્રન્ટ કેમેરો ચાલું હોય એવો સ્માર્ટફોનનો ઉપયોગ કરવો અથવા વેબકેમ સાથેનું લેપટોપ કે ડેક્સટોપનો ઉપયોગ કરી શકશો.
 • પરીક્ષા વિકલ્પી પ્રશ્નો (MCQ) આધારીત રહેશે. જેમાં એક વિકલ્પનો સાચો જવાબ પસંદ કરવો.
 • પરીક્ષા 50 માર્કસની રહેશે.
 • 1 પ્રશ્નનો જવાબ આપવા 1 મિનિટનો સમય આપવામાં આવશે. કુલ 50 પ્રશ્નો માટે 50 મિનિટનો સમયગાળો રહેશે. સમય પૂર્ણ થતા જવાબો આપોઆપ સેવ થઇ જશે.
 • ખોટા જવાબો માટે નેગેટીવ માર્કસ નથી.
 • ઓનલાઇ પરીક્ષાનો મહાવરો કરવો હોય તો આપ www.guexams.com વેબસાઇ પર જઇને લોગઇન થઇને ટેસ્ટ આપી શકો છો. લોગ ઇન આઇડી – test123 અને પાસવર્ડ – test123
 • મોકટેસ્ટ ફરજીયાત છે એનું ધ્યાન રાખવું. મોક ટેસ્ટ નહીં આપી હોય એને ફાઇનલ પરીક્ષા નહીં આપી શકે.
 • પરીક્ષા શરુ થવાના 20 મિનિટ પહેલા લોગિન કરી દેવાનું જણાવાયું છે જેથી વહેલા પરીક્ષાની લોગઇન કરી શકો.
 • પરીક્ષામાં કોપી ન કરવી, ધ્યાન પૂર્વક પરીક્ષા આપવી.
 • પરીક્ષા દરમિયાન ફોન કોલ કે અન્ય કોઇ નોટીફિકેશનને ટાળવું કેમકે આ ગેરવર્તણુંક ગણવામાં આવશે.
 • જરૂરી નથી કે જે ડિવાઇઝથી રજીસ્ટ્રેશન કર્યું હોય અ જ ડીવાઇઝથી પરીક્ષા આપવી.

ટ્રાયલ ટેસ્ટ, મોક ટેસ્ટ કે ફાઇનલ ઓનલાઈન પરીક્ષા સમયે જો મુશ્કેલી જણાય તો આપના નામ, એનરોલમેન્ટ નંબર, મોબાઈલ નંબર અને મુશ્કેલી કે વિસંગતતા જણાવતો ઇ-મેલ help@guexams.com ઉપર તાત્કાલિક મોકલી આપવો.

પરીક્ષામાં કૈં પણ અવગડતા આવે તો ડાઇરેક્ટ ડર્યા વિના ગુજરાત યુનિવર્સિટીનાં હેલ્પ લાઇન નંબર 9313923565 – 9313923566 – 9313923567 – 9313923568 – 9313923569નો સંપર્ક કરી દેવો.
( છેલ્લે સમાધાન ન મળે તો અમારો સંપર્ક કરશો )

ઓનલાઇન મોક ટેસ્ટ
કોરોનાની મહામારીને પરીણામે તમામ શૈક્ષણીક ક્ષેત્રો હવે ઓનલાઇન થયા છે. ઇન્ટરનેટના યુગને અનુલક્ષીને અગાઉની અમુક પરીક્ષાઓ પણ કોરોનાની મહામારીને પગલે ઓનલાઇન યોજાઇ હતી. મોક ટેસ્ટમાં વિદ્યાર્થી પોતાના ઘરે બેઠા પરીક્ષા આપી શકે છે. આ એક પ્રાથમિક ટેસ્ટ છે. જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતા સ્કૂલના ટીચર્સ જેમ પેપર પ્રેક્ટસ કરાવતા હતા એમ મોક ટેસ્ટ પણ પ્રેક્ટીસ પેપર છે. આપનો રોલનંબર જોયા બાદ પૂછાયેલા પ્રશ્નોનાં જવાબ આપવાનાં થશે.

પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોના જવાબ ટીક કર્યા બાદ કન્ફરમેશન આપવાનું રહેશે. મોક ટેસ્ટ આપના માટે અને યુનિવર્સિટી માટે ઓનલાઇન પ્રેક્ટીસ જેવું છે. યુનિવર્સિટી આ દરમિયાન જાણશે કે એમના ઓનલાઇ પ્રશ્ન પત્રોમાં શું ખામી છે. અથવા વિદ્યાર્થી જે પ્રશ્નનો જવાબ આપે છે એ સબમીટ થયો કે નહીં.

ઓનલાઇન ટેસ્ટ આપતા શું ધ્યાન રાખવું?
ઓફલાઇન પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સીધા પરીક્ષાખંડમાં જતા હોય છે. પરીક્ષાખંડમાં નિરીક્ષક અથવા સુપરવિઝન અધિકારી નિયુક્ત હોય છે. આ કારણે વિદ્યાર્થીને ચોરી કરવાનો કોઇ અવકાશ રહેતો હોતો નથી. જ્યારે ઓનલાઇન પરીક્ષા સમયે કેમેરો ખુલ્લો ન રહેવો અથવા પરીક્ષાર્થી સિવાય બીજા કોઇનો ચહેરો દેખાવો જેવા બનાવો ન બને એ ટાળવું જોઇએ. પરીક્ષા સમયે એવી જગ્યાએ જઇને પરીક્ષા આપવી જ્યાં સારી રીતે ઇન્ટરનેટની સ્પીડ આવતી હોય. ગુજરાત યુનિવર્સિટીની આ મોક ટેસ્ટ આપે ફાઇનલ પરીક્ષા કઇ રીતે આપવી એનું ટેસ્ટીંગ છે.

નીચેના કોર્ષની પરીક્ષાઓ યોજાશે
B.A. | B.Com. | B.Sc. | B.B.A. | B.C.A. |
M.A. | M.Com. | B.Ed. | M.Ed. | LLB | Integrated LLB |
ઓનલાઇન પરીક્ષાની તારીખ – 28th February 2022
ઓફલાઇન પરીક્ષાની તારીખ – 15th March 2022
ઓનલાઇન મોક ટેસ્ટ – 25th February 2022

નોંધ – આ અગાઉ ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન લેવામાં આવેલ ફાઇનલ પરીક્ષામાં જાણીતા ડિપાર્ટમેન્ટની પરીક્ષામાં બેસેલ એક વિદ્યાર્થીનું રિઝલ્ટ અને ડીગ્રી બેઉ અટક્યું છે એની નોંધ લેશો. પરીક્ષાનું પરિણામ આવનારું ભવિષ્ય છે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીએ ધ્યાન રાખવું કે આપની ભૂલ ન હોય તો ભૂલને ન સ્વીકારો. છતાંય આ આપનું પ્રથમ વર્ષ છે. ડોન્ટ વરી. બેસ્ટ ઓફ લક.

1 Comment

Leave a Reply

Your email address will not be published.