Gujarat University Exam Postponed : ગુજરાત યુનિવર્સિટી ની પરીક્ષા બાબતે પરીક્ષાનાં 2 દિવસ પહેલાં જ ગુજરાત યુનિવર્સિટીએ તેની લેવાનારી તમામ પરીક્ષા રદ કરી છે. આમ તો સૌને જાણ હતી જ કે પરીક્ષાઓ રદ થશે પરંતું ગુજરાત યુનિવર્સિટીને આ નિર્ણય લેતા વાર લાગી હશે એ જોતા કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રોને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે આ પરીક્ષાઓ સ્થગિત (Gujarat University Exam Postponed) કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીએ તારીખ: 22-11-2022 થી શરુ થનાર પરીક્ષાઓઅને તારીખ 08-12-2022 થી શરુ થનાર પરીક્ષાઓ હાલ પુરતી મોકુફ રાખી છે. એટલે કે આ પરીક્ષાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂરતી સ્થગિત કરી દીધી છે. ગુજરાત યુનિવર્સિટીએ આ બાબતે પરિપત્ર જાહેર કરીને તમામ કોલેજોને મોકલી દીધો છે. આ પરિપત્ર આવે એ પહેલાં તમે વાંચી લો કે ગુજરાત યુનિવર્સિટીનાં પરિપત્રમાં શું છે.
વાંચો : ઇલોન મસ્ક ના 24 મોટીવેશનલ વિચારો
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકુફ :
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિનયન, વાણીજ્ય, વિજ્ઞાન, કાયદાશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર કોલેજના આચાર્યશ્રીઓને જણાવવાનું કે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી યોજાનાર હોય, જેમાં યુનિવર્સિટી તથા કોલેજનો ઘણો ખરો સ્ટાફ ચુંટણી પ્રક્રિયામાં રોકાયેલ હોય તેમજ યુનિવર્સિટી સલંગ્ન કોલેજોના કેમ્પસ પણ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં હોય આ યુનિવર્સિટીની તારીખ: 22-11-2022 થી શરુ થનાર પરીક્ષાઓ અને 08-12-2022 થી શરુ થનાર પરીક્ષાઓ તારીખ: 27-12-2022 થી લેવામાં આવશે. આ પરીક્ષાઓનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકુફ
Gujarat University Exam postponed Date :
ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે, 22-11-2022 થી શરુ થનાર પરીક્ષાઓ અને 08-12-2022 થી શરુ થનાર પરીક્ષાઓ મોકુફ રહેશે.
ક્યારે લેવાશે પરીક્ષા ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે આ પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણી પૂરી થયા બાદ સંપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં લઇને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. તે છતાંય GU દ્વારા પરીક્ષા માટેની સંભવીત તારીખ: 27-12-2022 જાહેર કરવામાં આવી છે.
તમને આ સમાચાર મળ્યા તમારા મિત્રોને પણ મોકલો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિસ્તૃત માહિતી માટે વાંચતા રહો અમારી વેબસાઇટ અને પરીક્ષાની નવી તારીખ આવે એ પહેલા ચૂંટણી છે માટે આપનો વોટ આપવા ચોક્કસથી જજો.
ઘણું બધું જાણવા માટે ઘણું બધું વાંચો ghanubadhu.com પર