Gujarat University Admission 2022-23 માટે BA,BCOM,BBA,BCA નાં રજીસ્ટ્રેશન શરૂ

Gujarat University Admission ની આર્ટસ- કોમર્સની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. BA/ BCOM / BBA / BCA / DESIGN / FIVE YEAR INTEGRATED COURSES 2022-23 ની Admission પ્રક્રિયા આ વર્ષે સંપૂર્ણ રીતે ઓનલાઇન છે. Gujarat University Admission 2022-23 અંતર્ગત કોમર્સમાં એડમિશન મેળવવા માટે પ્રથમ રાઉન્ડ માટેનું ફાઈનલ રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ 28મી જુન સુધી ચાલવાનું છે. 4થી જુલાઇનાં રોજ પ્રોવિઝનલ મેરિટ જાહેર થશે. 12મીએ ફાઈનલ મેરિટ અને મોક રાઉન્ડનું પરિણામ જાહેર થશે. 12 જુલાઈથી 13 જુલાઈ સુધી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ થશે. પ્રથમ રાઉન્ડનું પરિણામ 15 જુલાઈએ જાહેર થશે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 18મી જુલાઇ સુધીમાં ફી ભરી દેવાની રહેશે. 19મી જુલાઈ સુધી કોલેજ ખાતે ડોક્યુમેન્ટ જમા કરાવી રિપોર્ટિંગ કરવાનું રહેશે. 20મી જુલાઈથી કોમર્સ કોલેજો-ઈન્ટિગ્રેટેડ કોર્સીસમાં શિક્ષણ કાર્ય-પ્રથમ સત્ર શરુ થશે.જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહ પછીના બેચલર ઓફ આર્ટસ (બી.એ)કોર્સ માટેની એડમિશન પ્રક્રિયા શરુ થઇ ગઇ છે.

BA Key Date

Gujarat University Admission 2022-23 BA માં એડમિશન મેળવવા માટેની તારીખ
21-06-2022 થી 27-06-2022 સુધી રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ થશે અને ઓનલાઈન ફી 125 રુપિયા ભરવાની રહેશે.
05-07-2022 એ પ્રોવિઝનલ મેરિટ જાહેર થશે
07-07-2022 ના રોજ ફાઈનલ મેરિટ જાહેર થશે, ભૂલ જણાય તો આર્ટસનાં સ્ટુડન્ટે help.guacba@gmail.com, પર મેઇલ કરવો. પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થશે.
08-07-2022 થી 11-07-2022 સુધીમાં વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરવા ઓનલાઈન ફી ભરવાની રહેશે અને કોલેજ ખાતે ડોકયુમેન્ટ (ડોક્યુમેન્ટ વેરિફિકેશન) સાથે રિપોર્ટિંગ (કોલેજ કન્ફર્મ) કરવાનું રહેશે.
13-07-2022 ના રોજ રિશફલિંગ રાઉન્ડની જાહેરાત થશે.
Gujarat University Admission 2022-23
Gujarat University Admission 2022-23
Gujarat University Admission 2022-23 BCOM / BBA / BCA / DESIGN માં પ્રવેશ મેળવવા માટેની તારીખ
20-06- 2022 થી 28-06-22 ઓનલાઇન રજીસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ કરી શકાશે
23-06-2022 થી 29-06-2022 ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે
04-07-2022 પ્રોવિઝિનલ મેરિટ લિસ્ટ
04-07-2022 થી 06-07-2022 નજીકની કોઇ પણ કોલેજ અથવા Gujarat University Admission કમિટી, ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરવાનો રહેશે.
12-07-2022 ફાઇનલ મેરીટ લિસ્ટ અને કોલેજ એલોટમેન્ટ જાહેર થશે
15-07-2022 કોલેજ એલોટમેન્ટ રાઉન્ડ 1
15-07-2022 થી 18-07-2022 સુધીમાં એડમિશન કન્ફર્મ કરવા માટે ઓનલાઇન પેમેન્ટ કરવું.

Gujarat University Admission 2022-23 કોમર્સની કિ ડેટ સીડ્યુલ પ્રમાણે કેવી રીતે આગળ વધવું એ જોઇએ

સમરસ હોસ્ટેલ એડમિશન 2022-23 શરૃ

ઓનલાઇન રજીસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ કરી શકાશે
Gujarat University Admission
નાં ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ધ્યાન રાખવું કે તારીખ ચૂકાઇ ન જાય. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે પોતાનું નામ છેલ્લી માર્કશીટ પ્રમાણે નાખવાનું રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લેવો જરૂરી છે. કોલેજમાં રૂબરું એડમિશન નહીં મળે એ ધ્યાન રાખવું. ચોઇસ ફિલિંગ માટે વિદ્યાર્થીઓએ પોતાને જે કોલેજમાં એડમિશન લેવું હોય એનું જૂનું મેરીટ લિસ્ટ જોયા બાદ સિલેક્ટ કરવું જોઇએ. વિદ્યાર્થીનાં ટકા ઉપર જે-તે કોલેજ મળશે એવું માનવું.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન
આ વર્ષે Gujarat University Admission ફર્સ્ટ ટ્રાયલે પાસ થયા હોય અને અનામત કેટેગરીમાં આવતા હોય એવા વિદ્યાર્થીઓએ કોલેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ પગલું અત્યંત મહત્વનું રહે છે. આ માટે વિદ્યાર્થીઓએ નજીકની કોઇ પણ કોલેજમાં કોલેજનાં ટાઇમ ટેબલ મુજબ જવાનું રહેશે. વિદ્યાર્થીઓએ પોતાની પાસે પુરતા ડોક્યુમેન્ટ રાખવા જરુરી છે. વિદ્યાર્થીએ પોતાની સાથે ફોટોકોપી(ઝેરોક્ષ) સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ રાખવા.

પ્રોવિઝિનલ મેરિટ લિસ્ટ
પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીએ Gujarat University Admission 2022-23 એડમિશન લોગિન પોર્ટલ પર જઇને લોગિન કરવાનું રહેશે. આ એવી પ્રક્રિયા છે જેમાં વિદ્યાર્થીએ જાણવાનું છે કે પ્રથમ રાઉન્ડમાં પોતાનું એડમિશન થયું છે કે નહીં. આ મેરિટમાં વિદ્યાર્થીને કોઇ કોલેજ એલોટ થયેલી હશે નહીં જેની નોંધ લેવી રહેશે. આ પ્રક્રિયામાં વિદ્યાર્થીને રેન્ક આપવામાં આવ્યો હશે એ રેન્ક મુજબ વિદ્યાર્થીએ અનુમાન લગાવવાનું રહેશે કે વિદ્યાર્થીને કઇ કોલેજમાં એડમિશન મળી શકશે. આ સિવાય પ્રોવિઝનલ મેરીટનું મહત્વ ફાઇનલ મેરીટ કરતા વધારે છે. ફાઇનલ મેરીટમાં વિદ્યાર્થીને કોલેજ એલોટ થઇ છે કે નહીં એની માહિતી મળે છે. જ્યારે પ્રોવિઝન મેરિટમાં વિદ્યાર્થી ફાઇનલ મેરિટ પહેલા જાણી શકે છે કે એનાં ફોર્મમાં રહેલ ભૂલને સુધારીને ફરી અપલોડ કરે જેથી સારા ટકા ધરાવનાર વિદ્યાર્થીનું Admission ન બગડે. પ્રોવિઝનલ મેરિટ દ્વારા વિદ્યાર્થીને જાણ થાય છે કે વિદ્યાર્થીનું નામ, સરનેમ, પિતાનું નામ સાચું છે, આ ઉપરાંત જો રેન્ક નંબર ન આવ્યો હોય તો વિદ્યાર્થીને જણાવવામાં આવે છે કે તમારું એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું બાકી છે માટે તમે ફાઇનલ મેરીટ પહેલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દો. (આવું થવાનું કારણ સાયબર કેફેમાં ભરાતા ખોટા ડોક્યુમેન્ટ ફોર્મ તેમજ વિદ્યાર્થીઓની ભૂલને કારણે એડમિશનમાં ભૂલ પડે છે) વિદ્યાર્થીનાં મેરીટમાં ભૂલ જણાય તો જરુરી દસ્તાવેજો (ડોક્યુમેન્ટ) સાથે નજીકની કોઇ પણ કોલેજ અથવા Gujarat University Admission 2022-23 કમિટી, ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરવાનો રહેશે.

મેરીટમાં ભૂલ
આપણે ઉપર જોયું એમ વિદ્યાર્થીનાં ડોક્યુમેન્ટમાં ઘણી વખત વિદ્યાર્થી ભૂલથી જાતિનાં દાખલાને બદલે માર્કસીટ કે આધારકાર્ડ અપલોડ કરી દેતા હોય છે. આપને જણાવી દઇએ કે Gujarat University Admission કમિટી તમારા ડોક્યુમેન્ટ ચેક કરતી હોય છે. આ ડોક્યુમેન્ટ ચેક કરવા માટે એમનાં દ્વારા નિયામાવલી બનાવવામાં આવી હોય છે. એકમિશન કમિટી લાખો લોકોનાં ફોર્મને ધ્યાનથી તપાસે છે. આ ડોક્યુમેન્ટમાં કોઇ વિદ્યાર્થીએ ખોટી માર્કશીટ કે બનાવટી પ્રમાણપત્રો અપલોડ કર્યા હોય તો પ્રોવિઝનલ મેરીટ પહેલા જ રિજેક્ટ થઇ જાય છે. વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું કે કોલેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઓરિજનલ ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન
Gujarat University Admission 2022-23 ની પ્રક્રિયા દર વર્ષ કરતા અલગ છે. કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો હતો. આ સાથે Gujarat University Admission 2022-23 ઓનલાઇન એડમિશન પ્રક્રિયા પણ થોડા વર્ષો પહેલાં જ શરૂ કરી છે. વિદ્યાર્થી વિચારતો હશે કે તો પછી કોલેજમાં જઇને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ?
તો વિદ્યાર્થી મિત્રો આપ સૌને જણાવી દઇએ કેGujarat University Admission 2022-23 કમિટી એવા વિદ્યાર્થીઓને એડમિશન આપવા માંગે છે કે જેની પાસે સાચા ડોક્યુમેન્ટ હોય. આપને જાણ હશે એ મુજબ ભષ્ટ્રાચારનું પ્રમાણ વધી ગયું છે. આ કારણે કોઇ બનાવટી સ્ટુડન્ટ એડમિશન લેવા પ્રવેશે તો એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે જ અટકી જશે.
ડોક્યુમેન્ટ શું લઇ જવા ? – માર્કશીટ, ટ્રાયલ સર્ટીફિકેટ (જો હોય તો), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ) અનામત કેટેગરીમાં આવતા હોય તો જાતિનું પ્રમાણ પત્ર(ST,SC,OBC,EWS), દિવ્યાંગ વિદ્યાર્થીઓએ એમનું PH ફોર્મ સાથે રાખવું, આ સિવાય આર્મી કે પછી સ્પોર્ટ્સ કોટામાં Admission લેવા માંગતા સ્ટુડન્ટે ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. રહેઠાણનો પુરાવો (આધારકાર્ડ, પાનકાર્ડ, વોટીંગ કાર્ડ, વગેરે…), પાસપોર્ટ સાઇઝનાં ફોટા, આ સિવાય જો તમે સ્પોર્ટ્સ કેટેગરીમા ફોર્મ ભરવા માંગતા હોવ તો તમારે અલગથી ફોર્મ ભરવાનું રહેતું નથી પરંતું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનાં રહેશે. (જો આ સિવાય કોઇ)

ફાઇનલ મેરીટ લિસ્ટ
ફાઇનલ મેરીટ લિસ્ટમાં વિદ્યાર્થીને એની પસંદ કરેલ કોલેજો પૈકીની કોલેજો એલોટ થશે એટલે કે એડમિશન લઇ શકશે. ફાઇનલ મેરીટનો અર્થ એ છે કે જો કોઇ વિદ્યાર્થીને કોઇ કોલેજમાં એડમિશન મળી ગયું છે તો એ વિદ્યાર્થી એ કોલેજમાં Admissionલઇ શકે છે (એડમિશન જે કોલેજમાં મળ્યું હોય એ જ કોલેજ). વિદ્યાર્થીઓ મોક રાઉન્ડ – કોલેજ પસંદ ન હોય તો વિદ્યાર્થી મોક રાઉન્ડમાં પાર્ટીસિપેટ કરી શકે છે. મોક રાઉન્ડમાં ચોઇસ ફિલીંગ કરી શકે છે.

ચોઇસ ફિલીંગ
Gujarat University Admission 2022-23 જે વિદ્યાર્થીને એની પસંદગીની કોલેજ ન મળી હોય અથવા ગુજરાતી મિડિયમને બદલે અંગ્રેજી મિડિયમ અને અંગ્રેજી મિડિયમને બદલે ગુજરાતી મિડિયમમાં પ્રવેશ મળી ગયો હોય તો વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલીંગમાં ભાગ લેવો. ચોઇસ ફિલીંગમાં વિદ્યાર્થી જે-તે કોલેજની પસંદગી કરી શકે છે. (વિદ્યાર્થીએ ધ્યાનપૂર્વક લોકોનાં અને કોલેજનાં મેરીટ જોઇને ચોઇસ ફિલીંગ કરવી હિતાવહ છે)

ધોરણ 12 આર્ટસ પછી શું? મુંઝવણ હોય તો વાંચો

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.કોમની 64 કોલેજ, બીબીએની 12 કોલેજ, બીસીએની 18 કોલેજ તેમજ ઈન્ટિગ્રેટેડ કોર્સની મળીને 230 કોલેજો-ડિપાર્ટમેન્ટની 40,000 થી વધુ બેઠકો છે. Gujarat University Admission 2022-23 આની પહેલા ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ હતી જેમાં Admission તારિખ જાહેર થાય એ પહેલા રજીસ્ટ્રેશન કરવાનું હતુ. આ ક્વિક રજિસ્ટ્રેશનમાં 40,000 સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. ઓનલાઈન એડમિશન પ્રક્રિયામાં ક્વિક રજિસ્ટ્રેશન બાદ 20મી જૂન, સોમવારથી ફાઈનલ રજિસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. સ્ટુડન્ટે રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવાની છે. કોમર્સમાં ગયા વર્ષે Gujarat University Admission 2022-23 આઠ રાઉન્ડ બાદ પણ ચારથીપાંચ હજાર બેઠકો ખાલી રહી હતી.

2 Comments

  1. આજે સાંજે આવશે પ્રોવિઝનલ મેરીટ.આ બાબતે લેખ મૂકીશું આજે. આભાર.

Leave a Reply

Your email address will not be published.