અરવિંદ કેજરીવાલની Ahmedabad મુલાકાત પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાત ની ઓફિસ પર પડી રેડ , ઇસુદાન ગઢવીએ કર્યું 1 ટ્વીટ

આમ આદમી પાર્ટી ગુજરાત : ગુજરાતમાં કેજરીવાલની મુલાકાત પહેલાં જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડનાં સમાચારની જાણકારી આપનાં નેતા ઇસુદાન ગઢવીએ ટ્વીટરનાં માધ્યમથી આપી હતી. એ બાદ પોલીસે પણ કહ્યું કે રેડ નહોતી પાડી.

અમદાવાદ પોલીસે પોતાની પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટરનાં માધ્યમથી જણાવ્યું કે,

ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.

અમદાવાદ પોલીસ
આમ આદમી પાર્ટી ગુજરાત
ઇસુદાન ગઢવીની ટ્વીટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતની મુલાકાત લેવા દિલ્લીથી નેતાઓ આવી રહ્યા છે. કોંગ્રેસનાં રાહુલ ગાંધીની જનસભા અને કેજરીવાલની વારંવાર ગુજરાત મુલાકાત ઘણું બધું કહી જાય છે. આવતીકાલે 12 સપ્ટેમ્બરનાં રોજ આમ આદમી પાર્ટી ના નેતા અને દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાત લેવાનાં છે. બીજી તરફ ગુજરાત આપ નાં નેતા ઇસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું હતું કે,

केजरीवाल जी के अहमदाबाद पहुँचते ही आम आदमी पार्टी के अहमदाबाद ऑफ़िस पर गुजरात पुलिस की रेड। दो घंटे तलाशी लेकर चले गए। कुछ नहीं मिला। बोले फिर आयेंगे।

Ishudan Gadhvi – AAP
ઇસુદાન ગઢવીની આ ટ્વીટ બાદ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટને રી ટ્વીટ કરતા લખ્યું હતુ કે,

गुजरात की जनता से मिल रहे अपार समर्थन से भाजपा बुरी तरह बौखला गयी है। “आप” के पक्ष में गुजरात में आँधी चल रही है दिल्ली के बाद अब गुजरात में भी रेड करनी शुरू कर दी। दिल्ली में कुछ नहीं मिला, गुजरात में भी कुछ नहीं मिला

हम कट्टर ईमानदार और देशभक्त लोग हैं

Arvind Kejriwal – AAP
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની છેલ્લી મુલાકાત સુરત ખાતેનો ગણેશ પંડાલ હતો. આ એ જ ગણશ પંડાલ હતો જેને કારણે આપના નેતા મનોજ સોરઠીયા પ્રકાશમાં આવેલા.
આમ આદમી પાર્ટી ગુજરાત

ભગવાન શ્રી ગણેશની મહા આરતીમાં ભાગ લીધા બાદ અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધિત કરતા કહ્યું હતુ કે, હું થોડા દિવસો પહેલા ખૂબ પીડામાં હતો. જ્યારે આપણા મનોજભાઈ પર હુમલો થયો હતો. તેમનું માથું વચ્ચેથી તૂટી ગયુ હતું. હું 3 દિવસ સુધી ઊંઘી શક્યો નહોતો. મેં ભગવાનને પૂછ્યું કે અમે તો સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલી રહ્યા છીએ, તો પછી અમારા માર્ગમાં આટલા બધા અવરોધો શા માટે?

વધુમાં તેમણે કહ્યું હતું કે, જનતાની સેવા કરીએ છીએ, બાળકો માટે શાળાઓ બનાવીએ છીએ, ગરીબોની સારવાર કરીએ છીએ, તો અમને શા માટે વારંવાર આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? અમારા કાર્યકર્તાઓ પર વારંવાર હુમલા કેમ થાય છે? ત્યારે મારી અંદરથી એક અવાજ આવ્યો, મને લાગ્યું કે આ અવાજ ભગવાનનો જ હોય.

અમે અપ્રમાણિકતાના રસ્તે ચાલીશું તો રસ્તો સરળ થઈ જશે, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે કોઈ સત્યના માર્ગે ચાલ્યું છે ત્યારે તેને વિધ્નો આવ્યા છે; પરંતુ જો તમે સત્યના માર્ગ પર ચાલતા રહેશો તો મારા આશીર્વાદ તમારી સાથે છે. અને જો તમે માર્ગમાંથી ભટકી જશો અને બેઇમાની શરૂ કરશો, ત્યારે મારા આશીર્વાદ તમારી સાથે નહીં હોય.

  • અરવિંદ કેજરીવાલની રાજનીતિને પગલે સુરતમાં તેમના કાર્યકર્તાઓને ઓછો સમય આપ્યો હતો. કહેવાઇ રહ્યું છે કે સુરત એ આપનો ગઢ છે તે છતાં કેજરીવાલે ઓછો સમય વિતાવ્યો હતો. રાજનીતિનાં ગણિતને પગલે હવે ભારતીય જનતા પાર્ટી , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ જોર કસ્યું છે.
આ રેડ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઇને છે કે પછી દિલ્લીથી આવેલા કેજરીવાલ એમની સાથે કૈંક લઇને આવ્યા છે એ જોવા તરફની હતી એ આવનારા સમયમાં જોવું રહ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીનાં દિવસો જ બાકી છે અને આવા સમયે દિલ્લીથી આવતા નેતાઓ ગુજરાતમાં કેટલી સીટો જીતી બતાવશે એ જોવું રહ્યું.

Arvind Kejriwal: आज गुजरात आएंगे अरविंद केजरीवाल, 2.5 करोड़ लोगों के लिए कर सकते हैं बड़ा एलान

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આ વખતે કોનું સંગઠન મજબૂત?