બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા 24 એપ્રિલે | જાણો શું પુછાશે

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખ એનાઉન્સ થઇ ગઇ છે. આઇએએસ એ.કે. રાકેશે ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતું કે Bin Sachivalay clerk and office assistant exam will be held on the 24th April. પરીક્ષાની તારીખની જાણ થતાં જ વિદ્યાર્થીઓએ પરીક્ષાના મૂડમાં આવી ગયા છે. પરીક્ષાની તૈયારીમાં બ્રેક લીધેલ પરીક્ષાવીરોએ પણ પોતાના જુના સિલેબસને વાંચવા માડ્યો છે. હવે વાત એ છે જેમણે હજું સુધી જાણ નથી કે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં શું પુછાશે તો એ લોકોએ આજથી તૈયારી કરવાનું શરૂ કરી દેવું જોઇએ.

કારકુનની આ જગ્યાઓ માટે ભાગ 1 અને ભાગ 2 એમ પસંદગીની પ્રક્રીયા થતી હોય છે. ભાગ 1માં લેખિત કસોટી હોય છે. આ લેખિત કસોટીમાં ઓપ્ટીકલ માર્ક રીડિંગ એટલે કે OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે છે. ઓપ્સનલ પ્રશ્નોના જવાબો આપવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે. આ પરીક્ષામાં 200 ગુણનું પ્રશ્નપત્ર હશે.

બિનસચિવાલય ક્લાર્ક સિલેબસ
Binsachivalay clerk syllabus

25 ગુણ – ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ
25 ગુણ – ગુજરાતી વ્યાકરણ
25 ગુણ – અંગ્રેજી વ્યાકરણ
50 ગુણ – ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન, એપ્ટીટ્યુડ ક્વોન્ટીટેટીવ
25 ગુણ – કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર થીયરી
50 ગુણ – જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન

બિનસચિવાલય ક્લાર્કનાં સિલેબસ પ્રમાણે કુલ 6 વિષયો મુજબ પ્રશ્નપત્રોમાં પ્રશ્ન પુછાશે. દરેક પ્રશ્નપત્રનો એક ગુણ રહેશે. ખોટા જવાબની ગણતરી પ્રમાણે 0.25 માર્કસ કપાશે. એટલે કે નેગેટીવ માર્કસ લાગુ પડશે. જવાબ ન આપવો હોય તો ઓપ્સન E પર ટીકમાર્ક કરી શકો છો. જો કોઇ પણ ઓપ્સન ટીક કરવામાં નહીં આવે તો નેગેટીવ માર્કસ લાગુ પડશે. લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ કોમ્પ્યુટર પ્રોફિશીયન્સી એટલે કે કોમ્પ્યુટર કાર્યક્ષમતાની કસોટી લેવામાં આવશે. મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. હવે પરીક્ષાની તારીખ 24 એપ્રિલ એનાઉન્સ થઇ ગઇ છે ત્યારે પરીક્ષાર્થીઓએ પરીક્ષાની તૈયારીમાં આ સિલેબસ મદદરૂપ બનશે.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા 15 માર્ચે યોજાશે વાંચો

Leave a Reply

Your email address will not be published.