Asia Cup 2022 : રોહિત શર્માએ પત્રકારને કહ્યું ‘ટેન્શન ના લો, IND-PAK ફાઈનલ થશે’

Asia Cup 2022 : ભારતીય કેપ્ટન રોહિત શર્માને એક પત્રકાર દ્વારા સવાલ પૂછતા રોહિતે કહ્યું કે ‘ટેન્શન ના લો, IND-PAK ફાઈનલ થશે’ આ બાબતે સોશિયલ મીડિયામાં રોહિત શર્મા ટ્રોલ થઇ રહ્યો છે.

Asia Cup 2022
Asia Cup 2022

શ્રીલંકા સામે હાર્યા પછી પણ ભારતીય કેપ્ટન એકદમ ખુશનુમા અંદાજ માં જોવા મળી રહ્યા છે. પત્રકારો દ્વારા સવાલ પૂછતા તેમણે કહ્યું કે ‘ભાઈ ટેન્શન મત લે, IND-PAK ની ફાઈનલ હોગા’. શ્રીલંકા સામે હાર્યા પછી ભારતીય ટીમ નું ફાઈનલમાં પહોંચવાનું અઘરું બન્યું છે.

Asia Cup 2022 માં શ્રીલંકા સામે ભારતીય ટીમની હાર

એશિયા કપ (Asia Cup 2022) માં શ્રીલંકા સામે ભારતીય ટીમએ હાર સ્વીકાર કરવી પડી હતી. ભારતીય ટીમને હાર ની સાથે સાથે એશિયા કપ ફાઈનલમાં પહોચવા માટેની સંભાવનાઓ પણ નહીવત જોવા મળી રહી છે. શ્રીલંકા સામે હાર નો સામનો થતા ભારતીય ફેન્સ પણ ઘણા નાખુશ અને નિરાસ જોવા મળી રહ્યા છે.

રોહિત શર્મા શ્રીલંકા સામે મેચ હાર્યા પછી પણ એક ખાસ અંદાજમાં

જોકે એશિયા કપ માં ક્રિકેટ પ્રેમીઓ ની એવી ઈચ્છા હતી કે આ એશિયા કપ ની ફાઈનલ માં IND – PAK સામ-સામે આવે અને સુપરહીટ અને રોમાંચક મેચ જોવા મળે, પરંતુ હવે ભારત પાકિસ્તાનની મેચ જોવા મળશે કે નહિ તે કહી શકવું ઘણું મુશ્કેલ છે. આ સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા સામે મેચ હાર્યા પછી પણ એક ખાસ અંદાજ માં જોવા મળી રહ્યો છે.

રોહિત શર્મા શ્રીલંકા સામે મેચ હાર્યા પછી પણ એક ખાસ અંદાજમાં

જોકે પ્રેસ કોન્ફ્રેસ માં એક પત્રકાર દ્વારા રોહિત શર્મા ને પૂછવામાં આવ્યું કે’ રોહિત ભાઈ, ક્રિકેટ પ્રેમીઓ એશિયા કપ ની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ જોવા માંગે છે, શું તેઓ ભારત પાકિસ્તાન વચ્ચે ફાઈનલ જોઈ શકશે.’ આના વળતા જવાબમાં રોહિત શર્મા મજાક અને હળવા અંદાજ માં કહ્યું કે ‘ભાઈ ટેન્શન ના લે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ જોવા મળશે,’ રોહિતના આ જવાબ સાથે ત્યાં હાજર બધા લોકોએ પણ ખુશ થઇને તાળીઓ સાથે સ્વીકાર જોઈ રોહિત શર્માના ચહેરા પર પણ ખુશી જોવા મળી.

શ્રીલંકા સાથે થયેલી મેચ ની વાત કરીએ તો ભારત પહેલા બેટિંગ કરવા આવ્યું હતું, જેમાં ભારતે 8 વિકેટ સાથે 173 રન કાર્ય હતા. જેમ ભારતીય કેપ્ટને 41બોલમાં 72રન ની ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિત શર્માની ધમાકેદાર શરૂઆતને કારણે ભાટીય ટીમ 20 ઓવરમાં 8વિકેટ આપી ને 171રન બનાવી શક્યું હતું. પરંતુ ભારતીય ટીમ ને 6વિકેટ થી શ્રીલંકા એ હરાવ્યું હતું.

કુસલ મેંડિસ અને પથુમ નીસાંકા એ સારી શરૂઆત કરી હતી

શ્રીલંકા તરફથી બેસ્ટમેન કુસલ મેંડિસ (37બોલ માં 57રન) અને પથુમ નીસાંકા(37બોલ માં 52રન) એ ખુબ સારી શરૂઆત કરી હતી, આ બંને ની સારી શરૂઆત ને કારણે શ્રીલંકા આ મેચ જીતી શકી. શ્રીલંકા ને છેલ્લી 2 ઓવર માં 21 રન ની જરૂર હતી પરંતુ ભુનેશ્વર કુમારે 19મી ઓવર માં 14 રન આપી ને ભારતીય ટીમના હાથ માંથી બહાર કરી હતી.

વાંચો – Asia Cup 2022: Rohit Sharma on why India lost to Sri Lanka

ગુજરાતમાં 1500 થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 400 થી વધુ મેળાઓનું આયોજન થાય છે