પ્રજા વિજય પક્ષ નામની હિન્દુત્વવાદી પક્ષની જાહેરાત કરતા ડીજી વણઝારા એ કહ્યું, 6 વર્ષથી તૈયારી ચાલતી હતી

પોલિટિક્સ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રાપાંખીઓ નહીં પરંતુ ચોપાંખીઓ જંગ જામશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ, પૂર્વ IPS ડીજી વણઝારાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં જ એક નવી હિન્દુત્વવાદી પાર્ટી ‘પ્રજા વિજય પક્ષ’ ની જાહેરાત કરી દીધી છે. આ વાતથી એટલું સ્પષ્ટ થાય છે કે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો નહીં પરંતુ પ્રજા વિજય પક્ષ આવવાથી ચોપાંખીઓ રચાશે.

પ્રજા વિજય પક્ષ
ડીજી વણઝારા પ્રજા વિજય પક્ષ ની ઘોષણા કરતા પ્રેસ કોન્ફ્રન્સમાં

ડીજી વણઝારાએ પોતાનાં પક્ષની જાહેરાત કરતા પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની શરૂઆત 1960માં થઇ ત્યારથી 60 વર્ષની સરકાર રહી છે. પહેલાં કોંગ્રેસનું શાસન રહ્યું, એ બાદ છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે.

ગુજરાતમાં અત્યારે વન પાર્ટી ડોમિનલ સિસ્ટમ છે. જેમ વિદેશોમાં બે જ પાર્ટી છે, તેમ ગુજરાતમાં પણ બે જ પાર્ટી હોવી જોઇએ. એક પાર્ટી 2 વર્ષ કે 5 વર્ષ સુધી સત્તામાં રહે અને પછી સત્તા પરિવર્તન થવું જ જોઈએ.  કોઇ પાર્ટી લાંબા સમય સુધી શાસનમાં રહે તો ઘણા ભ્રષ્ટ્રાચાર થાય છે. કોઇ સત્તા લાંબા સમય સુધી રહે તો બધું જ ભ્રષ્ટ્ર થાય છે. પહેલાં કોંગ્રેસ વખતે આવું થયું અને હવે ભાજપમાં પણ આવું છે.

Read more : એનકાઉંટર માટે ચર્ચિત પૂર્વ IPS ડીજી વણઝારા ધર્મના માર્ગે વળ્યા, દેશમાં સ્થાપિત કરવા માગે છે ‘ધર્મસત્તા’

Read more : મોહનસિંહ રાઠવા નો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ, 50 વર્ષની રાજનીતિનો અંત કે શરુઆત?

DG Vanzara ની ટ્વિટ

ડીજી વણઝારાએ વધુંમાં જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ બની શકવાની સ્થિતિમાં નથી. જો કોંગ્રેસને ભાજપનો વિકલ્પ બનવું હોત તો, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ ન હોત. હિન્દુત્વવાદી પાર્ટી ભાજપનો વિકલ્પ પણ એક બીજો હિન્દુત્વવાદી પક્ષ જ બની શકે. આમ આદમી પાર્ટી પણ ભાજપનો વિકલ્પ બની શકે તેમ નથી. અમારો ‘પ્રજા વિજય પક્ષ’ ભાજપનો રાજકીય વિકલ્પ બનીને સામે આવ્યો છે.

ભાજપ તરફથી ટિકિટ મળવાની આશા ન જણાતાં વણઝારાએ નવી પાર્ટી બનાવી છે કે શું? એવા પ્રશ્નનો જવાબ આપતા ડીજી વણઝારાએ કહ્યું હતું કે,

ડીજી વણઝારા એ ટીકીટથી પણ મોટું વિકલ્પ છે. ડિજી વણઝારા ટીકટ માટે ઉભો ન રહે. ડીજી વણઝારા જ્યાંથી ઉભો રહે ત્યાં લાઇન લાગી જાય છે. ટીકીટ તો નાની વાત છે.

– ડીજી વણઝારા

ગુજરાત રાજ્યને મળશે નવો રાજકીય વિકલ્પ : પ્રજા વિજય પક્ષ

ડીજી વણઝારાએ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વવાદી પાર્ટી તરીકે ઉભરી આવી છે એમ કહીને જવાબ આપતા કહ્યું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક હિન્દુત્વવાદી પક્ષ તરીકે ભાજપ રહ્યો છે. સૌની માનસિકતા જોતા ગુજરાતમાં અન્ય કોઇ પક્ષની આશા ઉભી થતી નથી. માટે આ હિન્દુત્વવાદી પક્ષ સામે હિન્દુત્વવાદી પક્ષ જ જોઇએ. ગુજરાતમાં બીજેપીનો જે વિકલ્પ છે તો એ કોંગ્રેસ નથી. આમ આદમી પાર્ટી પણ બીજેપીનો વિકલ્પ બની શકે નહીં, માટે અમારો ‘પ્રજા વિજય પક્ષ’ એક હિન્દુત્વવાદી પક્ષ છે.

ડીજી વણઝારાનો આ પક્ષ કોનો? કોનાં વોટ તુટશે.

ચૂંટણીમાં વોટ તોડવા માટે જેમ અપક્ષ ઉમેદવાર ઉભો રાખવામાં આવે છે એમ ડીજી વણઝારાનો આ નવો પક્ષ કોઇ પાર્ટીનાં વોટ તો તોડવા નહીં આવ્યો હોય ને! એ ઉદગાર પ્રશ્ન સામે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી નજર આવે છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી હિન્દુત્વ પાર્ટી તરીકે પોતાની લોકચાહના ધરાવે છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી હંમેશા હિન્દુત્વનાં વિવાદોમાં રહેતી હોય છે. આમ તો ચૂંટણી સમયે આવું બધું રહેવાનું પરંતું આ ચોથો પક્ષ કોના વોટ તોડશે એ વિચારવા જેવું છે.

જો આ પક્ષ ભારતીય જનતા પાર્ટીનો હોય તો?

જો આ પક્ષ ભારતીય જનતા પાર્ટીનો હોય તો આમ આદમી પાર્ટીની જે પણ લહેર ચાલી રહ્યી છે એ લહેરમાં પૂર્ણ વિરામ મૂકાઇ જાય અને આમ આદમી પાર્ટીનાં ગુજરાતમાંથી સૂપડા સાફ થઇ જાય. કેમકે જો આ ચોથો પક્ષ કોઇનાં વોટ તોડવા આવ્યો હોય તો એ માત્ર આમ આદમી પાર્ટીનાં વોટ બેંકને નુકશાન કરવા આવ્યો હોઇ શકે એવું કહેવાઇ રહ્યું છે. આમ આદમી પાર્ટીની ગેરંટીઓને લીધે લોકો તેમાં આકર્ષાઇ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનાં વિકાસલક્ષી કામો સામે તાજેતરમાં જ બનેલી દુર્ઘટનાને ઢાંકવા આ પક્ષની રચના થઇ હોઇ શકે.

જો આ પક્ષ આમ આદમી પાર્ટીનો હોય તો?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ઘણા લાંબા સમય બાદ ત્રીપાંખીયો જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જાતે કરી રહ્યા છે. ગુજરાતમાં મોદી લહેર અને ભાજપનાં વિકાસલક્ષી કામોને જોતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અહીં પગ પેસારો કરવો મુશ્કેલ છે. તેમ છતાંય કદાચ કેજરીવાલની ટીમને જીતવા પર વિશ્વાસ ન પણ હોઇ શકે એટલા માટે ભાજપનાં હિન્દુત્વ ગણાતી વોટ બેંકને તોડવા માટે આ રણનીતિ અપનાવી હોઇ શકે.

છેલ્લા 6 વર્ષથી સંગઠન રચાઇ રહ્યું છે – ડીજી વણઝારા

લોકોનાં મનમાં ભલે ઘણાં બધાં સવાલો આવે પરંતું ડીજી વણઝારાએ એ પણ જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે. કોઇ એક પક્ષ લાંબા સમય સુધી ચાલે તો ભ્રષ્ટ્રાચાર થતો હોય છે. પ્રજા વિજય પક્ષ એ રાજસત્તા સાથે પ્રજા સત્તા સાથે ચાલશે. સત્તા પક્ષ એ જાતિઓ, સંપ્રદાયમાં ડિવાઇડ કરતા હોય છે.

ચૂંટણીનાં ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે  ત્યારે 182 ઉમેદવારો કેવી રીતે ઉભા રહેશે એનો જવાબ આપતા ડીજી વણઝારાએ કહ્યું હતું કે, 

છેલ્લા 6 વર્ષથી અમારું સંગઠન બની રહ્યું હતુ. અમે બધું તૈયાર રાખીને બેઠા હતા.

– ડીજી વણઝારા

ગુજરાતમાં ઈશરત જહાં, સોહરાબુદ્દીન શેખ, તુલસીરામ પ્રજાપતિ સહિત કેટલાય એન્કાઉન્ટર માટે ચર્ચિત પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારાએ રચેલી નવી પાર્ટી કેટલાં ઉમેદવાર જાહેર કરશે એ જોવું રહ્યું.