AAP નેતા મનોજ સોરઠીયા એ કહ્યું, રીક્ષા ચાલક આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા તેમને ધાક ધમકી આપીને કે ફોસલાવીને અત્યારે…

ગુજરાત વિધાનસભા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને નજર આવી રહ્યા છે. જે રીક્ષા ચાલકનાં ઘરે અરવિંદ કેજરીવાલ ભોજન કરવા ગયેલાં એણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ભાજપનો ખેસ ધાર કરીને હાજરી આપી હતી અને ફોડ પણ પાડ્યો હતો કે હું ભાજપમાં છું. એ બાબતે મનોજ સોરઠીયા એ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

મનોજ સોરઠીયા, આમ આદમી પાર્ટી
મનોજ સોરઠીયા, આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ વિડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આજે ગુજરાતની અંદર એક વાત માટે ખૂબ મોટી ચર્ચા ચાલી રહી છે. કેટલાક દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં એક રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા. એ રીક્ષા ચાલક આજે મહાભ્રષ્ટ ભાજપનો ખેસ પહેરી મહાભ્રષ્ટ ભાજપની સભામાં ગયા છે. એક વાત આજે સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે કે તે દિવસે જે પ્રમાણેના આરોપો લગાવવામાં આવતા હતા કે આ વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આ વ્યક્તિને પહેલાથી જ પ્લાનિંગ કરીને બોલાવવામાં આવેલ છે, તે વસ્તુને આજે તે વ્યક્તિએ પોતે સ્વીકારી છે કે એમણે નિર્દોષ ભાવે અરવિંદ કેજરીવાલજીને આવકાર્યા હતા અને અરવિંદ કેજરીવાલજી ભાવના વશ થઈ તે રીક્ષા ચાલકના ઘરે ગયા હતા.

ghanubadhu.com

ભાજપ ‘આપ’ની જે લોકચાહના ઘટાડવા માટે ખૂબ પ્રયાસો કરી રહી છે

આ ઘટના પરથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે ભાજપ કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીને નીચું દેખાડવા અને આમ આદમી પાર્ટીની જે લોકચાહના છે એણે ઘટાડવા માટે ખૂબ પ્રયાસો કરી રહી છે. કેટલાક દિવસો પહેલા એક કારખાનાના માલિકે “કેજરીવાલનો પ્રચાર નહીં કરવો, નહીં તો નોકરીમાંથી કાઢી મુકીશું.” એટલી નીચી કક્ષાની ધમકીઓ તેમના પોતાના કામદારોને આપી હતી અને તે ધમકી આપનાર વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષએ પોતાની પાર્ટીમાં સન્માન કરીને જોડ્યા હતા.

aapgujarat tweet

જે રીક્ષા ચાલક આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા તેમને ધાક ધમકી આપીને કે ફોસલાવીને તોડવાની કોશિશ કરી રહ્યા છે – મનોજ સોરઠીયા

આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને ખૂબ જ ચાહે છે અને તેમની ગેરંટીઓ અને તેમના કામોને ખૂબ જ ઉત્સાહથી વધાવી રહી છે. ત્યારે ભ્રષ્ટ ભાજપ પાસે આટલી હલકી કક્ષાના કામ કર્યા સિવાય કોઈપણ રાજનીતિ બચી નથી. 27 વર્ષમાં જો કોઈ કામ કર્યા હોય તો એ કામ ગણાવે પરંતુ તેમણે કોઈ કામ કર્યા નથી જે એ લોકો અત્યારે ગણાવી શકે. એટલા માટે જે રીક્ષા ચાલક આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા તેમને ધાક ધમકી આપીને કે ફોસલાવીને અત્યારે તોડવાની કોશિશ કરી રહ્યા છે.

નાના માણસોને ભાજપ બોલાવતી પણ નથી, તે રીક્ષા ચાલકને શોધીને તેના ઘરે જઈને ભાજપની સભામાં લઈ આવવાની તસ્દી લીધી – મનોજ સોરઠીયા

મને એ વાતનો આનંદ છે કે જે રીક્ષા ચાલકો સામાન્ય માણસો અને નાના માણસોને ભાજપ બોલાવતી પણ નથી, તે રીક્ષા ચાલકને શોધીને તેના ઘરે જઈને ભાજપની સભામાં લઈ આવવાની તસ્દી લીધી. આ એટલા માટે થયું કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટીથી ભાજપને ડર લાગે છે. મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આ વાતની ચોક્કસ નોંધ લેશે અને આવનારી ચૂંટણીમાં ભાજપને તેની ઓકાત બતાવવાનું કામ કરશે.