આમ આદમી પાર્ટી નાં 4 નેતાઓ ગુજરાતનાં જૂનાગઢ, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડબ્રહ્મા અને અમદાવાદની મુલાકાત

આમ આદમી પાર્ટી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ હવે વાગી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ જે.પી નડ્ડા પણ ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસની પણ રાજકીય ગતિવિધીઓ સક્રિય થઇ છે. આ સમયે આવતીકાલે આમ આદમી પાર્ટીનાં ચાર નેતાઓ ગુજરાતનાં જૂનાગઢ, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડબ્રહ્મા અને અમદાવાદની મુલાકાત લેશે.

આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, અમને જણાવતા આનંદ થાય છે કે આવતીકાલે 1 ઓક્ટોબર ના રોજ આમ આદમી પાર્ટીના ચાર દિગ્ગજ નેતાઓ ગુજરાત પધારી રહ્યા છે. આવતીકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી ગુજરાતની મુલાકાત લેશે. આ સાથે સાથે દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી તથા રાજ્ય સભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચડ્ડાજી પણ ગુજરાત પધારી રહ્યા છે.

આમ આદમી પાર્ટી નાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છમાં

આવતીકાલે 1 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલજી તથા ભગવંત માનજી કચ્છ ખાતે એક જંગી જનસભાને સંબોધિત કરશે. ગાંધીધામના ડીટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં બપોરે 12:00 વાગે સભાની સંબોધિત કરવામાં આવશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી જૂનાગઢના જોશીપુરામાં ખલીલપુર રોડ પરના ખોડલ ફાર્મ ખાતે બપોરે 3:00 વાગે એક મોટી જનસભાને સંબોધિત કરશે.

ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી તથા ભગવંત માનજી રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરશે. અરવિંદ કેજરીવાલજી તથા ભગવંત માનજી બીજા દિવસે એટલે કે 2 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગરની એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ  કોલેજના ગ્રાઉન્ડમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ ખેડબ્રહ્મામાં ઉંદવા, શ્યામનગરના મારુતિ સર્વિસ સ્ટેશન પાછળ એક મોટી જાહેર સભાને સંબોધિત કરશે.

મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડા અમદાવાદ

સાથે સાથે દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચડ્ડાજી અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરવા પધારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજી પણ પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.