સિંધુ સંસ્કૃતિ નો પરિચય

1921 સુધી ભારતના લોકો એમ માનતા હતા કે ભારતીય ઇતિહાસની શરૂઆત વૈદિક સભ્યતાથી થાય છે. પરંતુ 1921માં સર જોન માર્શલ (ભારતીય પુરાતત્ત્વ ખાતાના નિર્દેશક)ની જાહેરાતથી ભારતીય સંસ્કૃતિ 2000 વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું હતુ અને તેમના આ સંશોધનને કારણે ભારતીય સંસ્કૃતિ બે હજાર વર્ષ પાછળ ગઈ.

સૌ પ્રથમ હડપ્પા શોધાયું હતું. જેને કારણે આ સંસ્કૃતિનું નામ હડપ્પા તરીકે પણ ઓળખાય છે. સૌ પ્રથમ આ સંસ્કૃતિ તરફ સર એલેકઝાન્ડર કનિંગહામ નામના અંગ્રેજનું ધ્યાન ઈ.સ. 1875માં ગયું હતું.

હડપ્પાની શોધ સને 1921માં રાયબહાદુર દયારામ સહાની દ્વારા કરવામાં આવી હતી. મોહેન્જો દડોની શોધ સને 1922 રખાલદારા બેનરજી દ્વારા કરવામાં આવી. સિંધુ સભ્યતાના આશરે 1500 સ્થળ શોધાઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ સ્થળો ગુજરાત રાજ્યમાં આવેલા છે. શરૂઆતમાં આ સંસ્કૃતિનું નામ હડપ્પા સંસ્કૃતિ હતું પરંતુ પાછળથી તેનું નામ સિંધુ સભ્યતા રાખવામાં આવ્યું કારણ કે હડપ્પા બાદ શોધાયેલા સ્થળા સિંધુ નદીના કિનારાની આસપાસ મળી આવ્યા.

સિંધુ સભ્યતા વિશે જાણો – ક્લિક કરો

Russia GK

Leave a Reply

Your email address will not be published.