વીલ સ્મીથ અને ક્રિસ રોક્સ વચ્ચે મહાજંગ જામી. વૈશ્વિક સંવાદે શરૂ | એલોફેસિયા શું છે ?

વીલ સ્મીથ. જગતના ઇતિહાસમાં અને આપણે ત્યાં પણ જોક્સની દુનિયામાં પણ પતિ-પત્નિનાં જોક્સ ઘણા પિરસાય છે. સોશિયલ મીડિયા, રિયાલિટી શો, સમાચાર પત્રો કે પછી જાહેરજીવનમાં પણ પત્નીઓની ઠેકડી ઉડાવવામાં આવે છે. પરંતું આ વખતની ઓસ્કરની અકેડમી એવોર્ડમાં સૌ અચંબો પામ્યા હતા. વીલ સ્મીથની પત્ની જેડાની મજાક ઉડાવી રહેલા કોમેડીયનને વીલ સ્મિથે લાફો ચોડી દિધો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો સામે લોકોએ ઘણી ચર્ચાઓ શરું કરી દિધી છે. સમગ્ર ઘટના શું હતી એ જાણીએ.

વીલ સ્મીથ

1997 માં બનેલી G.I. Jane 2 ફિલ્મના કેરેક્ટર સાથે વીલ સ્મીથની વાઇફ જેડાને સરખાવી હતી. તેણે સ્ટેજ પરથી એવું કહ્યું કે, સ્મીથ, જેડાને G.I. Jane 2 માં રાખવામાં આવે તો કોઇ વાંધો નહીં. આપને જણાવી દઇએ કે આ ફિલ્મનું વુમન કેરેક્ટર માથાના વાળ વિનાનું (ટાલ ધરાવતું છે) છે. ઓસ્કાર એકેડમી એવાર્ડને હોસ્ટ કરી રહેલા ક્રિસ રોક્સે પણ જાહેર સ્ટેજમાં લોકોને હસાવવા માટે વીલ સ્મીથને સંબોધીને જોક્સ કહ્યો હતો. આ જોક્સ કહેતા તો કહી દિધો હતો. વ્હીલ સ્મિથની પત્નિને આ જોક્સ જરાય પસંદ આવ્યો નહોતો. વીલ સ્મિથ આ પ્રસંગે હસ્યો હતો. પરંતું અચાનક વીલ સ્મિથ સ્ટેજ પર ચઢી ગયો હતો અને હોસ્ટ કરી રહેલ કોમેડીયન ક્રિસ રોક્સને લાફો મારી દિધો હતો. લાફો માર્યા બાદ સ્મીથ પોતાની જગ્યાએ બેસી ગયો હતો. ક્રીસ રોક્સ આને પણ મજાક ગણતા ફરીથી જોક્સ શરું કરી દિધો હતો. આ સમયે સ્મિથે પોતાની જગ્યા પરથી જ ક્રિસને ધમકાવ્યો હતો. પોતાની પત્નિનું નામ ફરીથી ન બોલવા જણાવ્યું હતું.

સ્ટેજની પાછળ ક્રિસ રોક્સ ગુસ્સે થયો


કોમેડીયન સેલિબ્રેટી ગણાતો ક્રિસ રોક્સે જોક્સ કહ્યો હતો. જોક્સને બદલે વીલ સ્મીતે તેણે જાહેરમંચ પર લાફો ચોડી દિધો હતો. આ ઘટના બાદ જ્યારે ક્રિસ પડદા પાછળ પહોંચ્યો ત્યારે તેના મિત્રોએ મોબાઇલ બતાવ્યો હતો. મોબાઇલમાં સેકન્ડોની ગણતરીમાં ક્રિસના મીમ બનવાના શરૂ થઇ ગયા હતા. આ જોઇને ક્રિસ ગુસ્સે ભરાયો હતો. ક્રેસે કહેલું કે મારા સંતાનો આ જોઇને મને ધીક્કારશે. આ કારણે એને ગુસ્સામાં કહી પણ દિધેલું ક્યાં છે. સ્મીથ? આ ઘટના બાદ પોલીસે ક્રિસ પાસે પ્રતિક્રિયા માંગી હતી કે શું તે પોલીસ કેસ કરવા માંગશે કે કેમ? ત્યારે ક્રેસે મૌન પાળ્યું હતું.

વીલ સ્મીથ
વીલ સ્મીથ

રિયાલીટી શોમાં કે આવા પ્રસંગોમાં સ્ક્રિપ્ટેડ હોય છે
પોતાની ફિલ્મ, સિરિયલ કે રિયાલીટી શોમાં ટીઆરપી મેળવવા માટે ઘણા સ્ટંટ ગોઠવવામાં આવે છે. સોશિયલ મીડિયાને કારણે આવા સ્ટંટ વાયરલ થાય છે અને લોકો આ વિશે વધારે જાણવા માંગે છે. મોટા મોટા રિયાલીટી શો કે પછી ટેલીવિઝન કાર્યક્રમોમાં આ બધું પહેલેથી જ નક્કી હોય છે. કોણ ક્યારે શું કહેશે? અને ક્યારે ગુસ્સે થશે અને ક્યારે હસવું, ડાયલોગ મારવો ? આ બધું સ્ક્રિપ્ટેડ હોય છે. વ્હીલ સ્મિથે જ્યારે કોમેડીયન ક્રિસ રોક્સને લાફો માર્યો ત્યારે લોકોએ એવું જ લાગ્યું હતુ. પરંતું જ્યારે સ્મિથે પોતાની જગ્યા પરથી ગુસ્સે થઇને ક્રિસ રોક્સને ધમકાવ્યો ત્યારે લોકોને જાણ થઇ કે. ના ભઇ આ સ્ટંટ નથી..

વીલ સ્મીથ

એલોફેસિયા રોગ શું છે ?

એલોફેસિયા પુરૃષોમાં વધારે જોવા મળે છે. આ રોગને કારણે ધીરે ધીરે માથના વાળ પડવા લાગે છે. સ્ત્રીઓ માટે આ રોગ ગંભિર હોય છે. સમયથી પહેલા અચાનક માથાના વાળ વધવાનું બંધ થઇ જાય છે. હેર સાયકલમાંની ત્રણ સાયકલ પ્રમાણે છેલ્લા સમયે માથાના વાળ વધવાનું કુદરતી રીતે બંધ થઇ જાય છે. એક્યુઝ ડિફ્યુઝ એલોફેસીયામાં અચાનક અઠવાડિયામાં વાળ પડી જાય છે. સબ એક્યુડ ડિફ્યુઝ એલોફ્સીયા છ મહીના સુધી માથાના વાળ પડે છે. દિવસમાં 200થી 500 વાળ પડવા લાગે છે ત્યારે પેસન્ટને ચિંતા થતી હોય છે. કુદરતી સાયકલ પ્રમાણે વાળ પડવાની ઉંમર નક્કી હોય છે. પરંતું આ હોર્મોન ઉપર આધાર રાખે છે. જ્યારે એલોફેસિયામાં વાળ જતા રહે છે. link

એલોફેસિયા કોને થાય છે ?

ટાઇફોઇડ, મલેરીયા, ડેન્ગ્યું કે પછી હોસ્પીટલની કોઇ પણ મોટી સર્જરી પછી આ રોગ શક્ય છે. હોર્મનમાં આવેલા બદલાવને કારણે વાળ પડવાનું શરું થાય છે. ઇન્ટન્સ ઇમોશનને કારણે પણ વાળ પડવાનાં શરું થાય છે. જેમકે કોઇ નજીકના વ્યક્તિનું દૂર ચાલ્યા જવું, બ્રેક અપ થવું, રોજગાર ન મળવો જેવા ટેન્સનને કારણે પણ વ્યક્તિના જીવનમાં બદલાવ આવે છે. જેને કારણે વાળ પડવા લાગે છે. ફેટ ડાયેટીંગ, મેડીકલ ટ્રીટમેન્ટની રેડીયેશન થિયરીથી એલોફેસિયા શક્ય છે. રોગને અટકાવવા માટે ડર્મેલોજીસ્ટ અથવા સ્કીન એક્સપર્ટને બતાવવું જરૂરી છે. ડોક્ટરને બતાવવાનું કારણ એ જ કે વધારે રોગ આગળ ન વધે.

વીલ સ્મીથ
વીલ સ્મીથ

સ્મીથે એવોર્ડ મળ્યા બાદ માંફી માંગી

ઓસ્કર એવોર્ડમાં આવો બનાવ પ્રથમ વાર બન્યો હતો. વીલ સ્મિતને કિંગ રિચર્ડ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત થયો ત્યારે તેણે માંફી માંગી હતી. તેણે વાતની શરુઆત કરી ત્યારે કહ્યું કે, હું માંફી માંગું છું ઓસ્કર એકેડમીનો, હું માંફી માંગું છું અહીં ઉપસ્થિત થયેલ સૌનો. હું માંગી રહ્યો છું પુરા વિશ્વનો. તે આ કહેતા રડી પડ્યો હતો. તેણે ક્રિસની પણ માંફી માંગી હતી. તેણે કહેવું એવું હતું કે, મારે આવું નહોતું કરવું જોઇતું. સ્મીથે સૌની માંફી માંગી હતી. આવા જોક્સની મજાક ખૂબ થતી આવતી હોય છે. પરંતું આને કારણે આપણે ઘણા લોકોને નીચા બતાવી નાખીએ છીએ. હોલીવુડ સુપરસ્ટાર વીલ સ્મીથના આ પ્રતિકાર સામે સોશિયલ મીડિયા સજ્જ થયું છે.

સ્મીથે કહ્યું, love will make you do crazy things….


સોશિયલ મીડિયામાં વાયરલ થયલો સેકંડોનો વીડિયો આજે સૌના વિચારધારા પર નજર રાખી રહ્યો છે. ઓસ્કર એવોર્ડમાં જ્યારે સ્મીત પોતાનો એવોર્ડ લેવા પહોંચ્યો ત્યારે એને લોકોને શરુંઆતમાં જ કહ્યું કે, love will make you do crazy things…. એટલે કે પ્રેમ તમને પાગલ બનાવી છે. આ જ કારણે સ્મીથે કોઇપણ પોલીસ કે પછી પોતાના ના ડૂબવાના વિચારને પણ દૂર ફગાવીને પોતાના મનનું ધાર્યું કર્યું હતું. તેણે એવા ફંક્સન પર ક્રિસને લાફો માર્યો હતો કે જેમાં સમગ્ર વિશ્વ નજર રાખીને બેઠું હોય છે. થિયેટરની દુનિયાનો સન્માનિય પુરસ્કાર ઓસ્કર જણાય છે. આવા ખુશીના અવસર પર સ્મીથે કૈં પણ વિચાર્યા વિના પોતાની પત્નિ પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો હતો. આમ તો આ તેણે ન કર્યું હોત તો પણ ચાલત. પરંતું તેની પત્ની એલોફેસિયા નામના રોગથી પીડાઇ રહ્યી છે. આ રોગને કારણે એની પત્ની પર શું અસર થઇ તે સ્મીથ નજીકથી જાણતો હશે. સ્મીથની પત્ની જેડાને ખોટું લાગ્યું હતું. તે કૈં બોલી નહોતી. સૌ લોકો ત્યાં આ જોક્સ પર હસતા હતા. સ્મીથે એની પત્નિના ભાવને સમજીને લાઇવ શોમાં કોમેડીયન ક્રીસને થપ્પડ લગાવી હતી.

ઘણા બધા લોકો ક્રિસને સાચો માની રહ્યા છે કે એ એનું કામ છે. જ્યારે બીજી તરફ લોકો સ્મીથ અને જેડાના સપોર્ટમાં ઉતર્યા હતા. લોકોએ પ્રસંશા કરી હતી કે સ્મીથે આ થપ્પડ મારી એ સમગ્ર એવા સમાજ માટે મારી છે કે જે લોકો ગંભિરતાને સમજતા નથી. દરેક વાત એવી હોતી નથી કે મજાક જ હોય. દરેક વ્યક્તિની મજાક હોતી નથી. સમાજમાં રહી રહ્યા હોવ તો એ પણ સમજવું જોઇએ કે કોણ માણસ શું છે. આ રોગ ગંભીર નથી પરંતું આવા વિચારોને કારણે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરતું અટકે છે. મહત્વનું છે કે આપણે પ્રેમ કરીએ. વ્યક્તિએ સૌ પ્રથમ પોતાને ગમતું હોય એ કરવાનું હોય છે. જે વ્યક્તિ પોતાને પ્રેમ કરતો થશે ત્યારે દુનિયાની ચિંતા નહીં રહે. આ પ્રસંગને સ્મીથે નવી વિચારધારાનો જન્મ કર્યો છે. આ માત્ર જેડા, એનોફેસિયા કે પછી પત્નિપ્રેમ નથી. આ વિચાર દરેક એવા મનુષ્ય માટે છે જેને કોઇક સપોર્ટની જરૂર છે.

પુત્રના અવસાન બાદ સ્મીથે ભારત આવીને પીંડ દાન કર્યું હતું એ શિવ ભૂમીના શિવ એટલે કોણ? Link

સોશિયલ મીડીયામાં આ સમાચાર ઝડપી ફેલાઇ રહ્યા છે. ગુજરાતીઓ પણ સ્મીથ અને ક્રિસના મીમ બનાવી રહ્યા છે. આ લેખ આપને કેવો લાગ્યો એનો પ્રતિભાવ જરૂર જણાવો. જો આપ પણ આવા લેખ લખતા હોવ તો અમારો સંપર્ક કરો ghanubadhu@gmail.com , આ લેખનાં લેખક છે – સત્યજીત ગુલાબવાલા.

Leave a Reply

Your email address will not be published.