તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહ્યીના Singer KK નું નિધન

Krishnakumar Kunnath| દિલ્હીમાં જન્મેલા બોલીવૂડના જાણીતા Singer KK એટલે કે કૃષ્ણકુમાર કુન્નથનું 53 વર્ષની વયે હાર્ટ એટેકને લીધે નિધન થયુ છે. Singer KK કોલકાતામાં એક કોન્સર્ટમાં માટે ગયા હતા. કોન્સર્ટમાં Singer KK ની અચાનક તબિયત બગડતા ત્યાં જ પડી ગયા હતા.ખખને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્ટિપલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

Singer KK

સિંગર કેકે | Singer KK ઘણી ભાષાઓમાં ગીતો ગાઇને ચાહકોનાં હદયમાં સ્થાન પામ્યા છે. ઓમ શાંતિ ઓમનું ફેમસ ગીત આંખોં મેં તેરી અજબ સી અજબસી.. હમ દિલ દે ચૂકે સનમનું ફેમસ સોંગ તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહ્યી. જેવા ગીતોને કારણે લોકોનાં દિલમાં રાજ કર્યું હતુ.આલબમ પલ અને હમસફરના સોંગથી Singer KK એ પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી. KK નો પ્રથમ આલ્બમ 1999માં રીલિઝ થયો હતો.

તારીખ 23 ઓગસ્ટ 1968માં Singer KK એટલે કે કૃષ્ણકુમાર કુન્મથનો જન્મ થયો હતો. એમનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નથ હતું. લોકોમાં કેકે (Kay Kay) નામથી જાણીતા હતા. પ્લે બેક સિંગર. કમ્પોઝર અને લિરિસ્ટિક હતા. એક ઇન્ટરવ્યુંમાં તેમણે પોતાની વાતો કરી હતી. આ પ્રશ્નોતરી જેવી વાતો હતા. આ વાતોમાં કેકેની આંખો કાળા રંગની છે જેવું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું. Singer KK એ દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

પિતાનું નામ સી.એસ. નાયર અને માતા કુન્નથ કનકવલી છે. કેકે એ પોતાનાં શોખમાં સિંગિંગ, લેખન અને ટ્રાવેલિંગનો ઘણો અનુભવ છે. કેકેને પૂછવામાં આવ્યું કે તને જમવામાં શું લો છો. ત્યારે કેકે એ કહ્યું હુ મોટા ભાગે સાઉથ ઇન્ડિયન ડીશ આરોગુ છાપું. એમનાં ફેવરિટ કલાકારોમાં શાહરૂખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને ઇરફાન ખાન હતા. એક્ટ્રેસમાં એશ્વર્યા રાય,કરીના કપૂર તેમજ રવિના ટંડનનાં નામનો ઉમેરો થાય છે.

બોલીવુડનાં જાણીતા સિંગરો એમને પસંદ હતા. એ આર રહેમાન, હરીહરણ, સાન, પ્રિતમ, મોહમ્મદ રફી, આર ડી બર્મન , કિશોર કુમાર અને હોલીવૂડમાં માઇકલ જેક્શન, બીલી જોએટ, બ્રેયન આદમનાં ગીતો સાંભળતા હતા. કેકેને દારું કે સિગરેટનું વ્યસન પણ નહોતું. હાલ કેકેનાં નિધનનાં સમાચાર સાંભળીને બોલીવૂડમાં શોકની લાગણી ઉભી થઇ છે.

Booker Prize Article Click

Leave a Reply

Your email address will not be published.